અગ્નિના બદલે પાણીને સાક્ષી માની લગ્નના ફેરા ફરતો આદિવાસી સમાજ નજીકના સંબંધીઓ સાથે થાય છે વિવાહ

અગ્નિના બદલે પાણીને સાક્ષી માની લગ્નના ફેરા ફરતો આદિવાસી સમાજ નજીકના સંબંધીઓ સાથે થાય છે વિવાહ

Jan 16, 2023 - 17:12
 18
અગ્નિના બદલે પાણીને સાક્ષી માની લગ્નના ફેરા ફરતો આદિવાસી સમાજ   નજીકના સંબંધીઓ સાથે થાય છે વિવાહ
taking_water_as_a_witness_instead_of_fire_the_tribal_society_which_revolves_around_weddings_takes_place_with_close_relatives

ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, દેશમાં જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી પરંપરા જોવા મળે છે. બાળકના જન્મથી લઈને વ્યક્તિના મૃત્યુ સુધી દેશના વિવિધ પ્રાંતમાં વિવિધ પરંપરાઓ રીતે ઉજવણી કરવામાં અવે છે, ત્યારે મકરસંક્રાંતિથી દેશભરમાં લગ્ન માટે શુભ મુહૂર્ત શરૂ થયા છે. દેશના જુદા જુદા ભાગોમાં લગ્ન દરમિયાન અનેક પ્રકારની પરંપરાઓ અથવા ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. કેટલીક પરંપરાઓ દરેક રાજ્ય અને પ્રદેશમાં એકબીજાથી સંપૂર્ણપણે અલગ હોય છે.

દેશમાં મોટાભાગના સ્થળોએ અગ્નિને સાક્ષી માનીને લગ્નની વિધિઓ પૂર્ણ કરવામાં આવે છે. બીજી તરફ છત્તીસગઢના બસ્તરમાં આદિવાસી સમાજના લોકો પાણીને સાક્ષી માનીને લગ્નની વિધિ પૂરી કરે છે. આ પરંપરા અહીં ઘણા સમયથી ચાલી આવે છે. અહીંના આદિવાસી સમાજ હંમેશાંથી પ્રકૃતિની પૂજા કરે છે. અહીંના લોકોએ લગ્નમાં થતી ઉચાપતને રોકવા માટે આ પરંપરા શરૂ કરી હતી.

છત્તીસગઢનો ધુર્વા સમુદાય માત્ર લગ્નમાં જ નહીં, પરંતુ તેમના તમામ શુભ કાર્યોમાં પાણીને સાક્ષી માનીને વિધિઓ પૂર્ણ કરે છે. આ સમાજ પાણીને પોતાની માતા માને છે. એટલા માટે તે પાણીને ઘણું મહત્વ આપે છે. ધુર્વા સમુદાય મૂળભૂત રીતે બસ્તરના રહેવાસી છે. ધુર્વા સમુદાયની જૂની પેઢી કાંકેર વેલી નેશનલ પાર્ક પાસે રહેતી હતી. તેથી જ તે કાંકેર નદીના પાણીને સાક્ષી માનીને શુભ કાર્ય કરતી હતી. આજે પણ કાંકેર નદીમાંથી પાણી લાવવામાં આવે છે અને નવદંપતિ પર છાંટવામાં આવે છે અને લગ્નની વિધિઓ પૂર્ણ થાય છે.

ધુર્વા સમાજમાં લગ્નની બીજી અનોખી પરંપરા છે. જ્યાં આખા દેશમાં દૂરના ભાઈ-બહેનના લગ્ન પણ નથી થતા. જ્યારે આ આદિવાસી સમાજમાં માત્ર ભાઈ અને બહેનના લગ્ન થાય છે. જો કે, અહીં એક માતા-પિતાના સંતાનોએ એકબીજા સાથે લગ્ન કરી શકતા નથી, પરંતુ બહેનની પુત્રીના લગ્ન મામાના પુત્રના સાથે કરવામાં આવે છે. જે લોકો આમ કરવાનો ઇનકાર કરે છે તેમને દંડ કરવામાં આવે છે. ધુર્વા સમાજમાં દહેજની લેવડ-દેવડ પર કડક પ્રતિબંધ છે.

બસ્તરના મોટાભાગના આદિવાસીઓ જંગલો પર નિર્ભર છે. તેથી જ તેઓ બિન જરૂરી ખર્ચા ટાળે છે. તેથી જૂની માન્યતાઓ અનુસાર આજે પણ લોકો દરેક શુભ કાર્યમાં વૃક્ષ અને જળની પૂજા કરે છે. જ્યારે બસ્તરના આદિવાસી સમુદાયમાં લગ્ન થાય છે, ત્યારે માત્ર વર-કન્યા જ નહીં, પરંતુ આખા ગામના લોકો ફેરા લે છે. અહીંના લગ્નોમાં નદી, નાળા, તળાવ અને કૂવાના પાણીનો ઉપયોગ સેમલના ઝાડ સાથે થાય છે. અહીંના લોકો તેને દેવ જલ કહે છે. કાંકેર રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના વિસ્તારો ઉપરાંત, સુકમા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ધુર્વ સમુદાયના લોકો પણ રહે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow