B-20 ઈનસેપ્શન મીટમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સે અડાલજની સુપ્રસિદ્ધ વાવની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને G-20 નું યજમાન પદ મળ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી G-20 ની સૌ પ્રથમ B-20 ઈનસેપ્શન મીટમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સે આજે ગાંધીનગરના અડાલજ સ્થિત સુપ્રસિદ્ધ રૂડાબાઈની વાવની મુલાકાત લીધી હતી. મહાનુભાવો અહીંની સ્થાપત્ય કલાકારીગીરીથી પ્રભાવિત થયા હતા.
આ B-20 ઇન્સેપ્શન મીટમાં સહભાગી થઈ રહેલા ડેલિગેશન્સના સભ્યોને અડાલજની વાવ ખાતે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સુપરિન્ટેન્ડન્ટ એ.એમ.વી. સુબ્રહ્મણીયમે આવકાર્યા હતા. અહીં શરણાઈના સૂર સાથે મહાનુભાવોનું પરંપરાગત સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાતની હસ્તકલા કારીગરીથી પણ મહાનુભાવો માહિતગાર થયા હતા.
What's Your Reaction?