સ્ટેચ્યુ ઓફ યુનિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી

Jan 6, 2023 - 15:07
Jan 6, 2023 - 15:24
 19
સ્ટેચ્યુ ઓફ યુનિટી
statue_of_unity

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઉંચાઈ અમેરિકાની “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી” થી બે ગણી છે. મુલાકાતીઓને વ્યૂઇંગ ગેલેરીમાં જવાની મંજૂરી છે જે લગભગ 500 ફૂટની ઉંચાઈ પર પ્રતિમાની છાતીની નજીક છે. ત્યાં થી આજુબાજુ નો નજારો જોવા લાયક છે.

સ્મારક કમ્પાઉન્ડ 20,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે, તેની આસપાસ 12 કિ.મી. કૃત્રિમ તળાવ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) દ્વારા સ્થાપવામાં આવેલું છે. ભારતીય મૂર્તિકાર, પદ્મ ભૂષણ પુરસ્કાર થી નવાજિત “રામ વાણજી સુતાર” દ્વારા આ ભવ્ય પ્રતિમાની રચના કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખર્ચ :

  • પ્રવેશ ટિકિટ
  • પુખ્ત વયના માટે – Rs 120 + Rs 30 (બસ ચાર્જ)
  • બાળકો માટે – Rs 60 + Rs 30 (બસ ચાર્જ)
  • ગેલેરી – એક્સપ્રેસ ટિકિટ
  • પુખ્ત વયના માટે – Rs 350+ Rs 30 (બસ ચાર્જ)
  • બાળકો માટે – Rs 200 + Rs 30 (બસ ચાર્જ)
  • ઉપર જણાવેલ દરેક સ્થળો (કેક્ટસ ગાર્ડન,બટરફ્લાય ગાર્ડન વગેરે) ની ટિકિટ અલગ અલગ લેવી પડે છે.

Statue of Unity Booking – બુકિંગ :

  • નીચીની વેબ સાઇટ પર થી તમે ટિકિટ ના ભાવ જાણી શકો છો અને ઓન લાઇન બુકિંગ(Booking) કરી શકો છો.
  • www.soutickets.in

Statue of Unity Timing – સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ટાઈમિંગ :

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પ્રવેશ દર મંગળવાર થી રવિવાર સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. સ્મારક સોમવારે બંધ રહે છે. લેસર લાઇટ અને સાઉન્ડ શો સોમવાર સિવાય, દરરોજ 7:30 વાગ્યેથી જોઇ શકાય છે.

Sardar Vallabhbhai Patel Statue – નિર્માણ કોણે કરિયું :

પ્રતિમાનું નિર્માણ ભારતીય કંપની લાર્સન અને ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવ્યું હતું

Statue of Unity Cost – સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ખર્ચ :

કુલ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 3000 કરોડ હતો.

Stachu of Uniti Best Time to Visit – મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય :

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી ફેબ્રુઆરીના ઠંડા મહિનામાં છે, તેમ છતાં સાઇટ આખા વર્ષ દરમિયાન ખુલ્લી રહે છે.

How to Reach Statue of Unity – કેવી રીતે પહોંચવું :

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્થળ વડોદરાથી લગભગ 90 કિમી દૂર છે. તે નજીકના શહેર રાજપીપળાથી આશરે 25 કિમી, વડોદરાથી 90 કિમી, સુરતથી 150 કિમી, અમદાવાદથી 200 કિમી દૂર છે.

Statue of Unity Location – લોકેશન :

સરદાર સરોવર ડેમ,સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ,કેવડિયા,ગુજરાત.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow