દરિયાની અજબ-ગજબની જીવ સૃષ્ટિનો નજીકથી પરિચય કરાવતો પીરોટન ટાપુ

દરિયાની અજબ-ગજબની જીવ સૃષ્ટિનો નજીકથી પરિચય કરાવતો પીરોટન ટાપુ

Jan 6, 2023 - 15:02
Jan 6, 2023 - 15:25
 17
દરિયાની અજબ-ગજબની જીવ સૃષ્ટિનો નજીકથી પરિચય કરાવતો પીરોટન ટાપુ
piroton_island_an_up_close_introduction_to_the_amazing_marine_life

જામનગર :
જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલો પિરોટન ટાપુ અહીંની દરિયાઈ જીવસૃષ્ટિને કારણે ફેમસ છે. અહીં જોવા મળતાં કોરલ રીફ, જેલી ફિશ, પફર ફિશ, સ્ટાર ફિશ, ઓક્ટોપસ જેવા દરિયાઈ જીવ અને વનસ્પતિ અહીંનું આકર્ષણ છે. નજીકથી દરિયાઈ જીવસૃષ્ટિને નિહાળવા માગતા પ્રવાસીઓ માટે પિરોટન ટાપુ હંમેશાં ફેવરિટ ડેસ્ટિશનેશન રહ્યું છે. ત્યારે પિરોટન ટાપુની એક વર્ચ્યુઅલ સફર કરીએ અને સાથે જાણીએ કે અહીં 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. આ દરિયામાં દરિયાઈ જીવસૃષ્ટિ હોવાથી તેના રક્ષણ માટે મરીન નેશનલ પાર્ક પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જ પિરોટન ટાપુ આવેલો છે. જામનગરના બેડીબંદરથી અંદાજે 22 નોટિકલ માઈલના અંતરે પિરોટન ટાપુ આવેલો છે. દરિયામાં જ્યારે ટાઈડનો સમય હોય ત્યારે જ બોટ મારફત ટાપુ પર જઈ શકાય છે.

સામાન્ય રીતે દરિયાઈ અભયારણ્યમાં દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનો આનંદ લેવા માટે પ્રવાસીઓએ સ્કુબા ડાઈવિંગ કરવું પડતું હોય છે, પરંતુ પિરોટન ટાપુ એવો ટાપુ છે કે અહીં પ્રવાસી ઓટના સમયે પગપાળા ચાલી નરી આંખે દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો આનંદ ઉઠાવી શકે છે. અહીં રેતાળ રણ, પથ્થરો વચ્ચે વિપુલ પ્રમાણમાં દરિયાઈ જીવસૃષ્ટિનો નજારો જોવા મળે છે, જેમાં પરવાળા, ઓક્ટોપસ, સમુદ્ર ફુલ, જેલી ફિશ, દરિયાઈ કીડા, ઢોંગી માછલી, દરિયાઈ ગોકળગાય, 108 જાતની લીલ, 80 જાત દરિયાઇ વાદળીઓ, 37થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળા, 27 જાતના ઝીંગા, 20 વધુ જાતના કરચલા, શંખલા, છીપલાં 200થી વધુ જાતનાં મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, 150થી 200 પ્રકારની માછલીઓ, 3 જાતના અલભ્ય દરિયાઇ સાપ, 94થી વધુ જાતનાં પાણીનાં પક્ષીઓ, 78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓ ચેરનાં વૃક્ષો સહિતની અસંખ્ય જીવ સૃષ્ટિઓ જોવા મળે છે.

પિરોટન ટાપુ પર જવા માટે પ્રવાસીઓએ ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે. મંજૂરી લેવા માટે પ્રવાસીએ હાજર રહેવાની જરૂર નથી. અન્ય વ્યક્તિ પણ પ્રવાસીઓ વતી મંજૂરી મેળવી શકે છે. જોકે મંજૂરી લેનારી વ્યક્તિએ પોતાનું આઈડી પ્રૂફ અને જે પ્રવાસીઓએ મંજૂરી લેવાની છે તેની વિગત આપવાની રહે છે. ફોરેસ્ટ વિભાગની મંજૂરી મળ્યા બાદ પ્રવાસીએ બોટના માધ્યમથી પિરોટન ટાપુ પર જવાનું રહે છે. ચાલુ વર્ષે ફોરેસ્ટ વિભાગ દ્વારા જ બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બોટમાં મુસાફરી માટે પ્રવાસીએ અલગથી ફી ચૂકવવાની રહે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow