ખેતી છોડી રજવાડી ખાટલા બનાવી યુવાન કમાય છે મહિને લાખો રૂપિયા

રજવાડી ખાટલા, રાજકોટ, ‘રજવાડી’ ઠાઠ

Jan 3, 2023 - 16:13
Jan 3, 2023 - 16:27
 21
ખેતી છોડી રજવાડી ખાટલા બનાવી યુવાન કમાય છે મહિને લાખો રૂપિયા
leaving_agriculture_the_youth_earns_lakhs_of_rupees_a_month_by_making_princely_beds

રંગીલુ રાજકોટ માત્ર ખાવા જ નહીં ખાટલાના વ્યવસાયથી પણ ખ્યાતિ પામ્યું છે. રાજકોટથી માત્ર ૫ કિલોમીટર દુર કુવાડવા રોડ પર આવેલું સોખડા ગામ, અહીં બનતા ખાટલા માટે રાજકોટ જ નહીં પણ દેશ-વિદેશમાં તેની રજવાડી ડિઝાઇનથી ખ્યાતિ પામ્યું છે. રાજકોટ અમદાવાદ હાઇવે સ્થિત સોખડાના મુસ્તુફા ૧૫ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ લોકો ઘરમાં જગ્યાના અભાવે ખાટલા રાખી શકતા નથી. આથી અહીં ફોલ્ડિંગ ખાટલાઓ પણ બનાવવામાં આવે છે. અત્યારે મોટાભાગે ગામડાઓમાં અને શહેરોમાં ખાટલાના કારીગરો પણ લુપ્ત થઈ રહ્યાં છે. ત્યારે તેમને ખાટલાને અવનવો અને નવો લુક આપ્યો છે.

ખેતીની  વ્યવસાય છોડી છેલ્લા 15 વર્ષથી રજવાડી ખાટલા બનવતો યુવાન મહિને લાખો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. અહીં  1500થી માંડી 40,000 રૂપિયા સુધીની ખાટલા મળે છે. ખાટલામાં સુવાથી કરમ, સ્નાયુના ના દુ:ખાવા રાહત મળે છે એ સર્વ વિદિત હકીકત છે. દિવસભરનો થાક પલંગ કહેતા ખાટલામાં સુવાથી ઘડીભરમાં ઉતરી જાય છે. 

અહીંના ખાટલાઓ ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ સારી માંગ ધરાવે છે. ખાટલો ભરવો એ મહેનત માંગી લેતી કળા છે.  અહીં લોખંડ, સ્ટીલ અને લાકડાના રજવાડી પાયાવાળી ડિઝાઇનથી સજ્જ ખાટલા અને ખાટલીઓ બનાવવામાં
આવે છે. ખાટલાને બનાવતી વખતે તેમાં દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ દોરડાની ગૂંથણીની અંદર વચ્ચે ઘણા હોલ રાખવામાં આવે છે. જે શરીર માટે ખુબજ ફાયદકારક સાબિત થાય છે. તે શરીરમાં લોહીના યોગ્ય પરિભ્રમણ માટે કામ કરે છે. બીજી રીતે કહીયે તો એ ગૂંથણી એક્યુપ્રેશરનું કામ કરે છે. જો કે હવે ખાટલા ભરવાની કળા અને પરંપરા લુપ્ત થતી જાય છે. શહેર તો ઠીક ગામડાઓમાં પણ ખાટલા ભરવા વાળા કારીગરો હવે ખાસ નથી બચ્યા. ત્યારે હવે રાજકોટના યુવકે લુપ્ત થતા ખાટલાને રજવાડી લુક આપીને તેને ફરી જીવંત કર્યા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow