જલિકટ્ટૂ શુ છે - જાણો આખલાઓ સાથે યુવાનોની વિચિત્ર રમત

જલિકટ્ટૂ શુ છે - જાણો આખલાઓ સાથે યુવાનોની વિચિત્ર રમત

Jan 10, 2023 - 12:07
 24
જલિકટ્ટૂ શુ છે - જાણો આખલાઓ સાથે યુવાનોની વિચિત્ર રમત
what_is_jallikattu_know_the_strange_game_of_youth_with_bulls

આસ્થા અને અંધવિશ્વસની આ કડીમાં અમે તમારી સમક્ષ લાવ્યા છીએ. તમિલનાડુની લોકપ્રિય રમત જલિકટ્ટૂ, તમિલ લોકોની વચ્ચે પોંગલ ઉત્સવના સમયે જલિકટ્ટૂ સૌથી વધુ પસંદગીની રમત છે. અહીં આખલા સાથે સંકળાયેલી એક વારસાગત રમત છે.

જાનવરોની સાથે બર્બર વ્યવ્હારને જોતા આ રમત ખૂબ જ વિવાદાસ્પદ થઈ ગઇ છે. જેની માટે પશુ કલ્યાણ બોર્ડે હાલમાં જ હાઇ કોર્ટમાં એક પીઆઇએલ અરજી કરી હતી. આ અરજીની હેઠળ તેમણે આ રમત પર રોક લગાવવાની માંગ કરી હતી, અને આ પરંપરાના નામને અમાનવીયતાનો દરજ્જો આપ્યો છે.

જી હા, આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમારી સમક્ષ એક એવી પરંપરા રજૂ કરવા જઈ રહ્યા છીએ, જે તમિલનાડુના મદુરાઈ જિલ્લાના આલંગનલ્લૂર અને પલમેણુ નામના સ્થળે સંપન્ન થાય છે. હવે તમારે નિર્ણય લેવાનો છે કે આ પરંપરા બહાદુરી છે કે એક રમત છે કે પછી એક અમાનવીય પરંપરા.

તમિલવાસીઓને માટે જલિકટ્ટૂ એક પારંપરિક રમત છે જે ખૂબ પ્રાચીન સમયથી અહીં લોકપ્રિય છે. તમિલ સાહિત્યના મુજબ સ્ત્રીઓ તે જ પુરૂષો સાથે લગ્ન કરતી હતી જે આખલા પર કાબૂ મેળવે છે. તે સમયે આખલાને પોતાના કાબૂમાં કરવાની રમત જીવન-મરણની રમત હતી. આ રમતના પુરાવા મોહનજોદડો અને હડપ્પાની ખોદણીમાંથી પણ મળ્યા હતા.

છેલ્લા 400 વર્ષોથી આ રમત આજે પણ ચાલી રહી છે, બસ ફર્ક એટલો જ છે કે વર્તમાનમા આ રમતમાં આખલાઓને પહેલાથી જ આ રમતને માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને તેમના શિંગડાઓને તીક્ષ્ણ બનાવવામાં આવે છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે.

અહીંના લોકોનુ માનવુ છે કે જે વ્યક્તિ પોતાનાથી દસ ગણા બહાદુર આખલાને પોતાના વશમાં કરી લેશે, તે જ સાચો સાહસી પુરૂષ હશે. પણ પશુ કલ્યાણ બોર્ડે આ રમતને હિંસક અને અમાનવીય જાહેર કરતા, આના પર પ્રતિબંધ લગાવવા માટે અવાજ ઉઠાવ્યો છે. હાઇ કોર્ટે આ પરંપરા પર પ્રતિબંધ લગાવવા માટે આદેશ પણ આપ્યો હતો. પરંતુ લોકોનો વિશ્વાસ અને તમિલનાડુ સરકાર દ્વારા ગેરેંટીપૂર્વક આ રમતને સુરક્ષિત રીતે પુરી કરવાની બાહેધરીની અરજી પર વિચાર કરીને, કોર્ટે પુન: આ રમતને સુરક્ષિત રીતે પૂરી કરવાનો આદેશ આપ્યો હતો.

ત્યારબાદ કડક સુરક્ષા-બંધોબસ્તની સાથે આ રમત 16 અને 17 જાન્યુઆરી,એ જિલ્લા સરકારના સંરક્ષણમાં પલમેણૂ અને આલંગનલ્લૂરમાં પૂરી કરવામાં આવી, જ્યા હજારોની સંખ્યામાં વિદેશી પર્યટકો પણ પહોંચ્યા હતા. હવે તમારે પોતે જ નક્કી કરવાનુ છે કે આ રમત બહાદુરીની છે કે બર્બરતાની(અમાનવીય)...... આ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow