ભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય

ભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય

Jan 5, 2023 - 13:12
Jan 5, 2023 - 15:45
 32
ભૂપેન્દ્ર પટેલ જીવન પરિચય
introduction_to_the_life_of_bhupendra_patel
  • ખૂબ જ સરળ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ 2017 માં પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને 1લી ટર્મમાં જ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
  • પહેલીવાર ચૂંટણી લડ્યા અને પહેલી જ ચૂંટણીમાં 1,17,000 જંગી મતોની સરસાઈથી જીત્યા હતા.
  • ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા Bhupendra Patel એ મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફરની શરૂઆત કરી હતી.
  • Bhupendra Patel અમદાવાદ મ્યુનિસિપાલટી ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
  • 2017 પહેલાં Anandiben Patel ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા જતા તેમના વિશ્વાસુ Bhupendra Patel ને ટિકિટ અપાવી હતી.
  • Bhupendra Patel 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટ મુજબ 5.20 કરોડની મિલકત અને બેંક બેલેન્સ ધરાવે છે.
  • ઔડાના ચેરમેન રહી ચૂકેલા Bhupendra Patel પાસે વાહનમાં i-20 કાર અને Activa 2-વ્હીલર છે.
  • ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રૂપાણીના રાજીનામા બાદ, નવા મુખ્યમંત્રી કોણ બનશે? એ સૌથી મોટો પ્રશ્ન સર્જાયો હતો. લોકો વિવિધ નામોની ચર્ચા કરવા લાગ્યા હતા. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને પ્રફુલ પટેલ નું નામ આમાં સૌથી આગળ હતું.
  • ભૂપેન્દ્ર પટેલ, પ્રફુલ પટેલ, સી આર પાટીલ, ગોરધન ઝડફિયા, પરસોતમ રૂપાલા, નીતિન પટેલ જેવા અન્ય નામોની પણ ચર્ચા થઈ રહી હતી. પરંતુ પાટીદાર મનસુખ માંડવીયા અને પ્રફુલ પટેલ ના નામ સૌથી આગળ હતા. છેવટે ભુપેન્દ્ર પટેલ ની ગુજરાતના સીએમ તરીકે વરણી થઈ છે.

(ભુપેન્દ્ર પટેલે ભાજપમાં મહત્વની જવાબદારીઓ સંભાળી છે)

  • રાજકારણમાં સંપૂર્ણ પ્રવેશ પહેલાં તેઓ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન પણ હતા.
  • આનંદીબહેન પટેલને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે તેમણે પણ ભૂપેન્દ્ર પટેલને તેમની બેઠક પરથી ચૂંટણી લડવા ટેકો આપ્યો હતો.
  • 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના શશીકાંત પટેલને હરાવ્યા હતા. આ અંગેનો રસપ્રદ કિસ્સો એ છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.
  • આ પછી, તેમને આનંદીબેનના કહેવા પર જ ટિકિટ આપવામાં આવી અને ભુપેન્દ્ર પટેલે આ ચૂંટણી એક લાખ 17 હજારથી વધુ મતોથી જીતી.
  • જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, 1999-2001 વચ્ચે ભુપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા.
  • જ્યારે 2008-10ની વચ્ચે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન હતા. 2010 થી 2015 સુધી તેઓ અમદાવાદના થલતેજ વોર્ડના કાઉન્સિલર પણ હતા.

Bhupendra Patel Age (ભૂપેન્દ્ર પટેલની ઉંમર)

જેમ અમે તમને ઉપર કહ્યું છે કે ભુપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962 ના રોજ ગુજરામાં થયો હતો અને હાલમાં તેમની ઉંમર 59 વર્ષ છે.

Bhupendra Patel Wife Name (ભૂપેન્દ્ર પટેલ ના પત્ની)

તમને જણાવી દઈએ કે તેમની પત્ની નું નામ હેતલબેન ભૂપેન્દ્ર પટેલ છે. તે હાઉસ વાઈફ છે.

Bhupendra Patel Family (ભૂપેન્દ્ર પટેલની ફેમિલી)

તેમની પત્ની નું નામ Hetalben Bhupendra Patel છે. તે એક હાઉસ વાઈફ છે. દીકરી ડેન્ટિસ્ટ છે, દીકરો એન્જિનિયર છે. Bhupendra નાં પત્ની હેતલ બેન તેમનાં માં બાપ ના એકના એક દીકરી હોઇ તેમના પિતાના મૃત્તયુ પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. 15 વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ તેમને દીકરાની જેમ રાખે છે.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી – Political Timeline of Bhupendra Patel

  • 2021: ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
  • 2017: ભૂપેન્દ્ર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશિકાંત પટેલને 1,17,000 મતોના રેકોર્ડ માર્જિનથી હરાવીને ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
  • 2015: તેમણે 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન તરીકે કામ કર્યું. તેમણે AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી.
  • 2010: તેઓ 2010 થી 2015 સુધી થલતેજ વોર્ડમાંથી કાઉન્સિલર હતા.
  • 2008: તેઓ 2008 થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન હતા.
  • 1995: મેમનગર નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટાયા અને 1999 અને 2004માં ફરીથી ચૂંટાયા. તેઓ 1999-20 દરમિયાન મેમનગર મ્યુનિસિપલ બોર્ડના પ્રમુખ પણ હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow