શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે

Jan 24, 2023 - 19:01
 19
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ પાંચ જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. ૨૭ જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. 5/-ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેમ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ-અમદાવાદની યાદીમાં જણાવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર તા. ૨૭ જાન્યુઆરીના રોજ રામનગર કડિયાનાકા-સુરત, તા. ૨૮ જાન્યુઆરીના રોજ રૈયા ચોક કડિયાનાકા-રાજકોટ, તા. ૨૯ જાન્યુઆરીના રોજ ઝંડા ચોક કડિયાનાકા-વાપી, તા. ૨૯ જાન્યુઆરીના રોજ શહીદ ચોક કડિયાનાકા-નવસારી તેમજ તા. 30 જાન્યુઆરીના રોજ મહેસાણાના પરા ટાવર કડિયાનાકા ખાતે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે, જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow