ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે
ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર શ્રીયુત એલેક્સ એલીસ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારત ખાતેના બ્રિટીશ હાઇકમિશનર શ્રીયુત એલેક્સ એલીસે (Mr. Alex Ellis) એ ગાંધીનગરમાં લીધી હતી.
આ સૌજ્ન્ય મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ તેમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટની ૧પ જેટલી વિવિધ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે તેની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટીશ હાઇકમિશનરશ્રીને તેમના આ ગુજરાત પ્રવાસ દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવાનો પણ અનુરોધ કર્યો હતો.
આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહભાગી થયા હતા.
What's Your Reaction?