જૈન સમાજની લાગણીને અનુલક્ષી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય: શેત્રુંજય તીર્થક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના

શેત્રુંજય તીર્થક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના

Jan 8, 2023 - 11:10
 12

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શેત્રુંજય જૈન તીર્થક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના કરી છે આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની રજૂઆતો, માંગણીઓને ધ્યાને લઇને જે મુદ્દાઓનું નિરાકરણ કરવું જરૂરી છે તે બાબતે રચવામાં આવી છે. 

 ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણામાં રચાયેલી આ ટાસ્ક ફોર્સના અન્ય સભ્યોમાં રેન્જ આઇ.જી. ભાવનગર, ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરિક્ષક અને પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર સભ્યો તરીકે રહેશે.

ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલીતાણા રહેશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow