ડેલીગેટ્સે વૈશ્વિક ફીન-ટેક સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી-GIFT Cityની મુલાકાત લીધી

Jan 24, 2023 - 18:17
 20
ડેલીગેટ્સે વૈશ્વિક ફીન-ટેક સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી-GIFT Cityની મુલાકાત લીધી

ગાંધીનગર ખાતે જી૨૦ અંતર્ગત આયોજિત બી-૨૦ ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે વૈશ્વિક ફાઈનાન્સિયલ અને આઈટી સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી-GIFT Cityની મુલાકાત લીધી હતી. સૌપ્રથમ ગીફ્ટ હાઉસ ખાતે ડેલીગેટ્સને ગીફ્ટ સીટીનો કોન્સેપ્ટ શું છે? કેવી રીતે કામ કરે છે? તેની વિશેષતા શું છે? તે અંગે  અંગે જનરલ મેનેજર  નિસર્ગ આચાર્ય દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ડેલીગેટ્સે ગીફ્ટ સીટી અંગેની એક ફિલ્મનું પણ નિદર્શન કર્યું હતું.

બ્રીફિંગ બાદ ડેલીગેટ્સે ગીફ્ટ સિટીના અદ્યતન અને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન પ્લાન્ટ, ડીસ્ટ્રીકટ કૂલિંગ સીસ્ટમ અને યુટીલીટી ટનલની પણ મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગીફ્ટ સિટીમાં સિંગલ વિન્ડો સિસ્ટમથી આપવામાં આવતી બીઝનેસ ફ્રેન્ડલી સેવાઓ અને ગીફ્ટ સિટીના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ડેલીગેટ્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા, અને ખૂબ જ રસ દાખવીને વિવિધ માહિતી પણ મેળવી હતી. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow