ભાવનગરઃ ગોહિલવાડનો સૌથી મોટો મેળો એટલે નકલંગનો મેળો.

bhavnagar, gohilvadmelo, naklangmelo

Jan 3, 2023 - 16:57
Jan 3, 2023 - 18:17
 17
ભાવનગરઃ ગોહિલવાડનો સૌથી મોટો મેળો એટલે નકલંગનો મેળો.
bhavnagar_the_biggest_fair_of_gohilwad_is_the_naklang_fair

ભાવનગરઃ ગોહિલવાડનો સૌથી મોટો મેળો એટલે નકલંગનો મેળો. ભાદરવી અમાસના દિવસે કોળિયાકના સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન અને અહીં સમુદ્ર સ્નાન કરી કલંકમુક્ત થવા દેશભરમાંથી ભાવિકો અહીં ઉમટી પડે છે. દંતકથા મુજબ મહાભારતના યુદ્ધમાં થયેલા નરસંહારથી પાંડવો વ્યથિત હતા તેથી ભગવાન શ્રીકૃષ્ણને આ વ્યથા અને કલંકથી મુક્ત થવા ઉપાય પૂછ્યો. કૃષ્ણએ ઉપાય સૂચવ્યો કે, કાળી ધજા લઈને સમુદ્ર કાંઠે વિચરણ કરો. જયાં આ ધજા શ્વેત થઈ જાય ત્યાં શિવપૂજા અને સમુદ્ર સ્નાન સાથે નિષ્કલંક થવાશે.

પાંડવો હાલના ભાવનગરના કોળિયાકના આ સમુદ્રકાંઠે પહોંચ્યા અને ધજા સફેદ થઈ ગઈ. અહીં સમુદ્ર સ્નાન અને શિવપૂજા સાથે પાંડવો નિષ્કલંક થયા તેથી ઓટ સમયે જ દેખાતા સમુદ્રમાંના આ મહાદેવનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું તેવી કથા છે.
શ્રાવણના અંતિમ દિવસે એટલે કે ભાદરવી અમાસે અહીં સમુદ્ર સ્નાન કરી, નિષ્કલંક મહાદેવના દર્શન કરી કલંકમુક્ત થવા લાખો ભાવિકો ઉમટે છે. 

 વહેલી સવારે સમુદ્રની ઓટ સાથે જ મહાદેવના ઓટના દર્શન થતાં પ્રથમ ભાવનગરના રાજવી પરિવારની ધજા ચડે અને ત્યારબાદ ભાવિકોનો પ્રવાહ સમુદ્ર સ્નાન માટે રીતસર દોટ મૂકે છે. હતી. બીજે દિવસે વહેલી સવારે સમુદ્રસ્નાન અને દર્શન બાદ બપોર પછી મેળો વિખેરાવા લાગે છે. જો કે ત્યારે સમુદ્ર કિનારે લોકોના નીકળી ગયેલા બુટ ચપ્પલોનો એટલો મોટો ઢગલો થઈ જાય છે કે જેનાથી એક મોટો ટ્રક ભરાઈ જાય. ઘણી વખત અહીં લોકોના ડૂબી જવાની ઘટનાઓ પણ બનતી આવી છે છતાં આ મેળાનું આકર્ષણ લોકોમાં હજુ પણ અકબંધ રહ્યું છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow