આપણી સંપત્તિનું ખાનગીકરણ એટલે અમદાવાદ મહાનગર પાલીકા 

Jan 27, 2023 - 13:12
Jan 27, 2023 - 13:12
 18
આપણી સંપત્તિનું ખાનગીકરણ એટલે અમદાવાદ મહાનગર પાલીકા 
આપણી સંપત્તિનું ખાનગીકરણ એટલે અમદાવાદ મહાનગર પાલીકા

સ્માર્ટ સીટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં વિવિધ સ્થળનાં વિકાસનાં નામે ખાનગીકરણનો નવો અધ્યાય શરુ કરવામાં આવ્યો છે. ૨૮૪ બગીચા અને ૨૧૦ તળાવ છે. જેમાં ૫૦% સ્થળો પર પાણી કે શૌચાલય નથી. બાળકોને રમવા માટે સાધનો નથી.

અમદાવાદમાં ૭૦ લાખની વસતી પ્રમાણે ૭૦૦ રમતગમતના મેદાનો બાળકો અને મોટા લોકો માટે હોવા જોઈએ. પણ માત્ર 21 સ્ટેડિયમ કે જીમ છે. જાહેર મેદાન એક પણ નથી. ખેડૂતોની 40થી 50 ટકા જમીનો એક્વાયર કરીને ટીપીના નામે મફતમાં પડાવી છે. પણ તેમાંથી 15 હજાર પ્લોટ વેચી દેવાયા છે. 

હમણાં જ ૩૫ સ્થળે આવેલાં ટ્રાફિક આઈલેન્ડ,બગીચા ઉપરાંત સેન્ટ્રલ વર્જ ડેવલપ કરવાના નામે ખાનગી સંસ્થાઓને પધરાવી દેવા મંજુરી માંગતી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

અમદાવાદમાં એક સમયે દાતાઓએ આપેલા દાનમાંથી શહેરીજનોને પીવાના પાણી માટેની પરબથી લઈ હોસ્પિટલ અને દવાખાના સહિતના સ્થળ મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા હતા.જે પૈકી મોટાભાગના સ્થળ આજે માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહયા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન સત્તાધીશો દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના નામે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરીને બાંધવામાં આવેલા ટેનિસકોર્ટ,જીમ્નેશિયમ ઉપરાંત સ્વિમિંગ પુલ સહિતના સ્થળ સાવ સામાન્ય કહી શકાય એવી રકમથી ખાનગી લોકો કે  સંસ્થાઓને પાંચ વર્ષના સમય માટે ચલાવવાના નામે પધરાવી દેવામાં આવ્યા છે.

૨૦૧૩થી મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવી હતી.૧૯ મે-૨૦૨૨ના દિવસે ભાજપના અધ્યક્ષ હેઠળ સ્ટેન્ડીંગ કમિટીએ સત્તા પરત ખેંચી લીધી હતી. અમદાવાદ મહાનગર પાલિકાની જાહેર મિલકતોનું 1986થી 2023 સુધીમાં ખાનગીકરણ થઈ ગયુ છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow