ગુજરાતના હસ્તકલા વારસાને વિશ્વફલક પર ઉજાગર કરવા પ્રદર્શની સહ વેચાણનું આયોજન
B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન મિટિંગ: મહાત્મા મંદિર, ગાંધીનગર
ગુજરાતના હસ્તકલા વારસાને વિશ્વફલક પર ઉજાગર કરવા પ્રદર્શની સહ વેચાણનું આયોજન
ગુજરાતની હસ્તકલામાં ઊંડો રસ દાખવી પ્રદર્શનીની મુલાકાત લેતા દેશ વિદેશના ડેલીગેટ્સ
ગુજરાતના હસ્તકલા વારસાને વિશ્વફલક પર ઉજાગર કરવા ગુજરાતના હસ્તકલા વારસાને વિશ્વફલક પર ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર અને આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઈ)ના સંયુક્ત પ્રયાસથી રાજ્યની વિવિધ હસ્તકલાનું ગાંધીનગર ખાતે આયોજિત B-20 ઈન્ડીયા ઇન્સેપ્શન મિટિંગના સ્થળ પર પ્રદર્શની સહ વેચાણ કરવામાં આવ્યું હતું.
દેશ વિદેશથી પધારેલા ડેલીગેટ્સે ગુજરાતની ટાંગલિયા આર્ટ, પીઠોરા પેઇન્ટિંગ, બીડ વર્ક, વારલી પેઇન્ટિંગ, કલમકારી-માતાનીપછેડી, બખ્યું વર્ક, સંખેડાનું રાચરચીલું અને બ્લોક પ્રિન્ટિંગ જેવી વિવિધ હસ્તકલાથી આકર્ષિત થઈને પ્રદર્શનીની મુલાકાત લઈ તેની માહિતી મેળવી હતી અને કેટલીક કલાકૃતિઓની ખરીદી પણ કરી હતી.
What's Your Reaction?