પોરબંદર નજીક છે તમામ ક્ષેત્રમાં સિદ્ધિદાયક હરસિધ્ધિ માતાજીનું પૌરાણિક મંદિર

પોરબંદર નજીક છે તમામ ક્ષેત્રમાં સિદ્ધિદાયક હરસિધ્ધિ માતાજીનું પૌરાણિક મંદિર

Jan 11, 2023 - 15:56
 37
પોરબંદર નજીક છે તમામ ક્ષેત્રમાં સિદ્ધિદાયક હરસિધ્ધિ માતાજીનું પૌરાણિક મંદિર
near_porbandar_is_the_legendary_temple_of_harsiddhi_mataji_the_achiever_in_all_fields

શ્રીકૃષ્ણ ભગવાને સ્થાપેલા સ્થાનકમાં શેઠ જગડું શાહએ માતાજીના વચને બંધાઈને પરિવાર સહિત કરી હતી માથું કાપીને કમળપૂજા

પોરબંદર: 

સૌરાષ્ટ્ર દરિયાઈ પટ્ટી ઉપર પોરબંદરથી દ્વારકા હાઇવે જતા 45 કિલોમીટરના અંતરે માતાજી હરસિધ્ધિનું મંદિર ગાંધવી ગામ કોયલો ડુંગર ઉપર આવેલું છે. સમુદ્ર કાંઠે દરિયાના મોજા ઉછાળા વચ્ચે માઁ હરસિધ્ધિના બેસણાં છે.  માં હરસિધ્ધિની સ્થાપના શ્રી કૃષ્ણ ભગવાન એ કરી હતી એવી લોકવાયકા છે.

દ્વારકાના ઓખા બેટમાં શંખેશ્વર નામના દૈત્યએ હાહાકાર વર્તાવી મુક્યો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન તેનો અંત કરવા માટે બેટ દ્વારકા જાય છે. ત્યારે રસ્તામાં કોયલા ડુંગર પર રાતવાસો કરે છે. શ્રીકૃષ્ણ ભગવાનના કુળદેવી શ્રી અંબાજી માતાજીને શ્રી કૃષ્ણ યાદ કરે. માતાજી પ્રગટ થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાન માતાજીને કહે છે કે, હે મા કુળદેવી મારે બેટમાં શંખેશ્વર નામના દૈત્યનો નાશ કરવા  જવું છે તો તમે મને સહાય કરો. માતાજી કહે પ્રભુ તમે તો સર્વ શક્તિમાન છો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે માં તમે મારા કુળદેવી છો
 હું કુળદૈવીને આગળ નહિ કરું તો જગતમા કુળદેવીને કોઈ આગળનહીં કરે અને દુઃખી થશે. ત્યારે માતાજી કહે હું તમારી સાથે જ છું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં માતાજીનું સ્થાપન , પૂજન કરી કહું કે, માં હરસિધ્ધિ તમે અહીં કાયમ માટે બિરાજો. ત્યારથી માતાજી કોયલા ડુંગર ઉપર હરસિધ્ધિ માં તરીકે પુજાય છે. કોઈ માંને વહાણવટીમાં તરીકે પૂજે, કોઈ સિકોતરમાં તરીકે પણ પૂજે છે.

જગડું શાહ બહુ પ્રખ્યાત શેઠ થઈ ગયા. તેમનો વેપાર દેશ વિદેશમા બહુ મોટો. શેઠના વહાણ આ દરિયામાંથી પસાર થતા. માતાજીની નજર પુરા દરિયા પર પડે.  જ્યારે જ્યારે શેઠ જગડુ શાહના વહાણ પર નજર ત્યારે ત્યારે વહાણ દરિયામા ડૂબી જતું. બહુ મોટી નુકસાની આવે. દરેક વખતે અહીં હરસિધ્ધિ માતાના દરિયામાં વહાણ ડુબી જાય બીજે ક્યાંય ના ડૂબે. જગડુ શાહ શેઠ વિચાર કરે કે આમ કેમ થાય છે? તેમને ઘણા બ્રાહ્મણો પાસે,જ્યોતિષ પાસે  જોવડાવ્યું. બ્રાહ્મણએ કહ્યું કે કોયલા ડુંગર ઉપરથી હરસિધ્ધિ માતાજીની નજર પડે છે આથી તમારા વહાણ ડુબી જાય છે. તમારે હરસિધ્ધિ માતાજીની પૂજા કરી તેને પ્રસન્ન કરો તો તમારા વહાણ ડૂબતા બંધ થાય.

 જગડું શાહ શેઠ તેમના પરિવાર સહિત ગાંધવી ગામ કોયલા ડુંગર પર હરસિધ્ધિ માતાજીના દર્શન કરવા જાય છે. હરસિધ્ધિમાનું પૂજન કરી માતાજીને પ્રાથના કરે છે ત્યારે જ મંદિરમાંથી અવાજ આવે છે કે જગડુ શાહ તું મને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતાર તો તારા વહાણ હું નહીં ડૂબવા દવ. જગડુ શાહ કહે માતાજી તમે જ્યારે આવો ત્યારે હું તૈયાર છું. માતાજી કહે કે તું મને પગલે પગલે બલીદાન આપ તો હું નીચે આવું અને હું મંદિરના દ્વારમાંથી નહીં આવું હું મંદિરના શિખર ઉપરથી આવીશ. જગડુશાહ શેઠ કહે ભલે માં તમે કહો  તમારે શુ બલી જોઇશે? ત્યારે મતાજી કહે છે મારે પગલે પગલે પાડાનું બલીદાન જોઈએ.તું દયાન રાખજે મારુ એક પણ પગલે બલીદાન નહીં હોય તો હું પાછી કોયલા ડુંગર ઉપર પરત જતી રહીશ. જગડુશાહ શેઠ માતાજીના વચને બંધાઇ ને હા પાડે છે અને પાડા મંગાવેછે.

હરસિધ્ધિ માતાજીની પૂજા અર્ચના કરી અને જગડુશાહ માતાજીને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતરવા પ્રાથના કરે છે. હરસિધ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપર મંદીરનું શિખર તોડી કડડ વીજળીના ચમકારા સાથે ડુંગર ઉપરથી પાડાના બલિદાને પગલાં માંડે છે. એક બે એમ પગલાં માંડતા જાય છે ને માતાજી કોયલા ડુંગર ઉપરથી નીચે મંદિરે ઉતરતા જાય. જગડુ શાહ શેઠની ભક્તિની હવે કસોટી હરસિધ્ધિ માતાજી કરે છે. છેલ્લે ચાર પગથિયાં બાકી રહે છે. બલિદાન માટે પાડા ખલાસ થઈ જાય છે પાડા ક્યાંયથી પણ મળતાં નથી. હવે શું કરવું માતાજીના વચને શેઠ બંધાણા હતા અને માતાજીએ કહ્યું હતું કે, એકપણ બલિદાન નહીં હોય તો હું ડુંગર ઉપર પાછી ચાલી જઈશ. જગડુશાહ શેઠ કહે માં હું તમને પાછા જવા દઉ તો મારી ભક્તિ લાજે. જગડુ શાહ શેઠ, તેની પત્ની અને જગડુ શાહ શેઠનો દીકરો વહુ એમ ચાર વ્યક્તિનો પરિવાર છે અને બલિદાન પણ ચાર જ ઘટે છે. એક પગથિયાં ઉપર જગડુ શાહ શેઠ તેમના દીકરાનું બલિદાન આપે છે. માતાજી હરસિધ્ધિ પગલાં માંડે છે. બીજે પગથિયે જગડુ શાહ શેઠ દીકરાની વહુનું બલિદાન આપે છે. માતાજી હરસિધ્ધિ પગલાં માંડે છે. ત્રીજા પગથિયાં ઉપર જગડુશાહ શેઠ તેમની પત્નીનું બલિદાન આપે છે. માતાજી હરસિધ્ધિ પગલાં માંડે છે અને છેલ્લે પગથિયે જગડુશાહ શેઠ તેમનું પોતાનું બલિદાન તેમના હાથે માથુ કાપીને માતાજીને બલિદાન આપે છે. માતાજી પગલાં માંડીને ડુંગર ઉપરથી નીચેના મંદિરમા બિરાજે છે.

હરસિધ્ધિ માતાજી જગડુશાહ શેઠ અને તેમના પરિવારને સજીવન કરે છે અને વરદાન માગવાનું કહે છે ત્યારે જગડુ શાહ શેઠ માતાજીને કહે છે કે હે માં તમારી ભક્તિ આપો અને જ્યારે યાદ કરું ત્યારે દર્શન દેજો. માતાજી વરદાન આપેછે. 

માતાજી જગડુશાહ શેઠ અને તેના પરિવારની માતાજીની બાજુમાં જ મુર્તિઓ છે. તેની પૂજા થાય છે. 
 ત્યાં જમણી સાઈડમા શેઠ જગડુ શાહ અને તેમના પરિવારના ચાર પાળિયા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow