રાજસ્થાનના કરણી માતા મંદિર
રાજસ્થાનના કરણી માતા મંદિર
જાણો કરણી માતા મંદિરના ઇતિહાસથી લઈને તેની સાથે જોડાયેલા રોચક કિસ્સાઓ વિષે. સામાન્ય રીતે લોકો મંદિરમાં દર્શન માટે દુર દુર સુધી જાય છે. દરેક મંદિર સાથે જોડાયેલી અમુક માન્યતાઓ હોય છે અને અમુક રીવાજ હોય છે જેને ભક્તગણ સારી રીતે અનુસરણ કરે છે અને ઈશ્વરની આરાધના કરે છે. પરંતુ તમને કહેવામાં આવે છે એક મંદિર એવું પણ છે, જ્યાં મંદિરમાં 20,000 ઉંદર રહેલા છે, તો તે સાંભળવામાં થોડું વિચિત્ર જ લાગશે.
અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના બિકાનેરથી થોડા કિલોમીટરના અંતરે આવેલા કરણી માતાના મંદિર વિષે જ્યાં કરણી માતાની મૂર્તિ સાથે હજારોની સંખ્યામાં ઉંદર રહેલા છે અને ભક્તગણ તેની પણ પૂજા કરે છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલી થોડી રોચક વાતો વિષે.
શું છે મંદિરનો ઈતિહાસ? કરણી માતાનું મંદિર એક પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. જે રાજસ્થાનના બિકાનેર જીલ્લામાં આવેલું છે. તેમાં દેવી કરણી માતાની મૂર્તિ સ્થાપિત છે. તે બિકાનેરથી 30 કિલોમીટર દક્ષીણ દિશામાં દેશનોકમાં આવેલું છે. કરણી માતાનો જન્મ ચારણ કુળમાં થયો આ મંદિર ઉંદરનું મંદિર પણ કહેવાય છે. મંદિર ખાસ કરીને સફેદ ઉંદર માટે પ્રસિદ્ધ છે. આ પવિત્ર મંદિરમાં લગભગ 20,000 સફેદ ઉંદર રહે છે.
આ મંદિરનું નિર્માણ બિકાનેરના રાજા ગંગા સિંહ દ્વારા 20મી સદીમાં બનાવરાવ્યુ હતું. આ મંદિર ઘણું મોટું અને સુંદર છે. અહિયાં ઉંદર ઉપરાંત, ચાંદીના મોટા મોટા કમાડ, માતાનું સોનાનું છત્ર અને આરસપાણ ઉપર સુંદર નકશીકામ દર્શાવવામાં આવે છે. આ મંદિરમાં ઉંદરની એટલી મોટી સંખ્યા છે કે લોકોને જમીન ઉપર પગ ઉપાડીને ચાલવાને બદલે પગ ઘસડીને કરણી માતાની મૂર્તિ સુધી પહોચવું પડે છે.
ઉંદર છે કરણી માતાના સંતાન : એવું માનવામાં આવે છે કે આ ઉંદર કરણી માતાના સંતાન છે. તેની પૌરાણીક કથા મુજબ એક વખત કરણી માતાના સાવકા પુત્ર જેનુ નામ લક્ષ્મણ હતું સરોવરમાં પાણી પી રહ્યો હતો ત્યારે તેનું ડૂબી જવાથી મૃત્યુ થઇ ગયું.
જયારે કરણી માતાએ એ ખબર પડી તો તેમણે, યમરાજને તેને પુનઃ જીવિત કરવાની પ્રાર્થના કરી. તેની પ્રાર્થનાથી વિવશ થઇને યમરાજે તેને ઉંદરના રૂપમાં પુનર્જીવિત કરી દીધો. ત્યારથી ઉંદરની આ મંદિરમાં પૂજા કરવામાં આવે છે અને તેને કરણી માતાના સંતાન માનવામાં આવે છે. મંદિરમાં 20,000 કાળા ઉંદર વચ્ચે અમુક સફેદ ઉંદર પણ રહેલા છે. માન્યતા છે કે સફેદ ઉંદરના દર્શન થાય છે, તેની તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે.
ઉંદર મરવાથી થાય છે પાપ : મંદિરના નિયમ મુજબ જો કોઈ ભક્તના પગ કોઈ પણ ઉંદર ઉપર પડી ગયા અને તે મરી ગયો તો તે એક ઘોર પાપ માનવામાં આવે છે. મંદિર આવવા વાળા ભક્તોને ઘસડાતા ચાલવું પડે છે ત્યારે ભક્ત કરણી માતાની મૂર્તિ સુધી પહોચી શકે છે. ઉંદર મરવાથી પાપની ભરપાઈ કરવા માટે અપરાધીને એક સોના કે ચાંદીના ઉંદરની મૂર્તિ ખરીદી મંદિરમાં રાખવી પડે છે, ત્યારે તેને પાપ માંથી મુક્ત માનવામાં આવે છે.
પ્રસાદ થાય છે ઉંદરનો એઠો : આ મંદિરની માન્યતા છે કે અહિયાં પ્રસાદ તરીકે જે પણ વહેચવામાં આવે છે તે ઉંદરનો એઠો હોય છે. તે પ્રસાદને પવિત્ર માનવામાં આવે છે. જે ઉંદરે પહેલા ગ્રહણ કર્યો હોય.
What's Your Reaction?