પોરબંદરમાં છે ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા સુદામાનું મંદિર જન્માષ્ટમીના દિવસે જામે છે ભક્તોની ભારે ભીડ

પોરબંદરમાં છે ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા સુદામાનું મંદિર જન્માષ્ટમીના દિવસે જામે છે ભક્તોની ભારે ભીડ

Jan 5, 2023 - 17:29
Jan 6, 2023 - 10:11
 21
પોરબંદરમાં છે ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા સુદામાનું મંદિર  જન્માષ્ટમીના દિવસે જામે છે ભક્તોની ભારે ભીડ
in_porbandar_there_is_a_temple_of_param_sakha_sudama_of_lord_shri_krishna_a_huge_crowd_of_devotees_gathers_on_the_day_of_janmashtami

પોરબંદર:
ગુજરાતના પોરબંદરમાં સુદામાનું એક માત્ર મંદિર આવેલું છે. આજે એટલે કે જન્માષ્ટમીના દિવસે ભક્તોની ભીડ જામે છે. ભક્તો ચોરાસી ફેરા ફરી ધન્યતા અનુભવે છે. આજના દિવસે મંદિરમાં ભક્તો ધ્વજાજી આરોહણ કરી ભાવ પ્રગટ કરે છે. મહિલાઓ સતસંગ કરી દર્શનાર્થીઓને ભાવ વિભોર કરી દે છે. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સખામીત્ર સુદામાજીના મંદિરે જન્માષ્ટમીના પાવન દિવસે ભક્તોની ભીડ જામે છે.

ભગવાનના મિત્ર પાસે અરજી લઈને પહોંચે છે ભક્તો

જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર વિશ્વમાં ભાવભક્તિ પૂર્વક ઉજવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે પોરબંદરમાં બિરાજતા સુદામાજી જે ભગવાન શ્રીકૃષ્ણના પરમમિત્ર છે ત્યાં પણ શ્રી કૃષ્ણને રીઝવવા લોકો ભક્તિસભર દર્શનની લાહવો લઈ કૃષ્ણ ભક્તિ કરે છે. સુદામાજી મંદિરમાં આવેલા ચિરાસી ફેરા આજના જન્માષ્ટમીના દિવસે લોકો ખાસ પ્રદક્ષિણા કરે છે. જે લોકો ગોકુળ મથુરા કે દ્વારકાધીશ સુધી પહોંચી શકતા તે તમામ ભક્તો આજના દિવસ ભગવાન શ્રી કૃષ્ણાના મિત્ર પાસે પોતાની અરજ કરે છે અને અને ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે.

ભગવાન શ્રી કૃષ્ણ જેટલી જ ભક્તિ મિત્ર સુદામાની પણ કરવામાં આવે છે 
જન્માષ્ટમીના તહેવાર એટલે કૃષ્ણ જન્મોત્સવ તરીકે ઉજવાય છે આજના દિવસે જેટલી કૃષ્ણની ભક્તિ થાય છે તેટલી જ ભક્તિ ભક્ત સુદામાજીની પણ થાય છે મંદિરમાં બેસી જન્માષ્ટમી પર્વ પર સેવાભાવી લોકો અને સતસંગ કરતી મહિલાઓ એ સુદામાજીના ચરણોમાં કૃષ્ણ ભક્તિ ના ભજન કીર્તન કર્યા હતા અને કોરોના જેવી ભયંકર મહામારી માંથી મુક્તિ અપાવવા સુદામાજી મારફત કૃષ્ણને ભક્તિ કરી હતી.

દ્વારકા, મથુરા, ડાકોર જેટલી જ ભીડ અહીં પણ જોવા મળે છે. 
આજના દિવસે જેટલી ભક્તોની ભીડ દ્વારકા ,ગોકુલ મથુરા અને ડાકોરજીમાં જોવા મળે છે .તેટલીજ ભક્તોની ભીડ સુદામા મંદિરમાં ચોરાસી ફેરા ફરવામાં જોવા મળે છે.કૃષ્ણ સુધી ભક્તિ પોહચડવા  સુદામાજી ની ભક્તિ કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow