મોબાઈલ ની સ્પીડ કઈ રીતે વધારવી
મોબાઈલ ની સ્પીડ કઈ રીતે વધારવી
સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન હાલના દિવસોમાં ખૂબ જ ફાસ્ટ થઈ ગયા છે. જેમાં પ્રોસેસર્સ, રેમ અને સ્ટોરેજ સાથે મળીને કામ કરે છે.જો કે, રોજિંદા વપરાશ સાથે, મોબાઇલ ફોન સમય સાથે ધીમો પડી જાય છે. તેમાં ઘણા વધુ ‘ જંક ‘ ડેટા, કેશ કરેલા ડેટા, ન વપરાયેલી ફાઇલો અને ફોલ્ડર્સના રૂપમાં સંગ્રહિત થતી રહે છે.
ઉકેલ તરીકે, આપણામાંના મોટાભાગના લોકો એક એન્ડ્રોઇડ એન્ટી-વાયરસ એપ ડાઉનલોડ કરે છે જે એક જ વારમાં વગર કામનો બધો ડેટા ડિલીટ કરી દે છે. આ કરવા છતાં પણ ઘણીવાર ફોન ખૂબ જ ધીમો ચાલી રહ્યો છે. તમારા ફોનની સ્પીડ ને ઝડપથી વધારવા માટે અહીં 10 ટીપ્સની યાદી છે.
1. ફોન રીસ્ટાર્ટ કરો
જો ફોન વારંવાર હેન્ગ થઈ રહ્યો હોય અને કોઇપણ એપ્લિકેશન બરાબર કામ કરી રહી ના હોય તો સૌપ્રથમ ફોન એકવાર રિસ્ટાર્ટ કરી લેવો જોઈએ. ઘણીવાર ફક્ત ફોન રીસ્ટાર્ટ કરવાથી બરાબર ચાલવા લાગે છે. ફોન રીસ્ટાર્ટ કરવાથી ફોનની મેમરી અને રેમ ફ્રી થઈને બરાબર કામ કરવા લાગે છે.
2. હોમ સ્ક્રીન સાફ કરો
હોમ સ્ક્રીનને સાફ કરવાથી ફોનની સ્પીડ વધારવામાં મદદ મળશે. હવામાન, સમાચાર અને આવી સતત અપડેટ થતી અન્ય એપ્લિકેશનો હોમ સ્ક્રીન પર રાખવાથી ફોન ધીમો પડી જાય છે. લાઇવ વોલપેપર રાખવાથી પણ ફોન ધીમો પડી જાય છે. તો આવા બિનજરૂરી વિજેટ અને લાઈવ વોલપેપર હોમ સ્ક્રીન પર થી રીમુવ કરી દેવા જોઈએ. જો ફોન એનિમેશન એક્ટિવ હોય તો એ પણ તમે ડિસેબલ કરી શકો છો જેનાથી ફોનની સ્પીડ માં ઘણો ફરક પડશે.
3. બિનજરૂરી એપ અનઇન્સ્ટોલ કરો (મોબાઈલ ની સ્પીડ વધી જશે)
તમારા એન્ડ્રોઇડ ફોન પરની દરેક એપ અમુક માત્રામાં મેમરી વાપરે છે. દરેક ફોનમાં મર્યાદિત મેમરી સ્પેસ હોવાથી, તમે ઉપયોગ કરો છો તે જ એપ્લિકેશન્સ રાખવાની સલાહ આપવામાં આવે છે. બાકીની નકામી એપ અનઇન્સ્ટોલ કરી દેવી જોઈએ.તમારા ફોન પર એપ નું લીસ્ટ જોવા માટે નીચે પ્રમાણેનું કરો.
4. ઇન્ટર્નલ મેમરી ફ્રી કરો (How To Speed Up Android Phone)
થોડા થોડા સમયે ઇન્ટર્નલ મેમરી ફ્રી કરો. તે મેમરીનો ઉપયોગ તમારા ફોન પર કેટલીક અન્ય એપ્લિકેશન દ્વારા થઈ શકે છે અને તમારા ફોન નું પ્રદર્શન વધારવામાં પણ મદદ કરે છે. નકામા ફોટો વિડીયોઝ ડીલીટ કરી દેવા જોઈએ. કામ ના ફોટો અને વિડીયો નું બેકઅપ લઇ લેવું જોઈએ. આનાથી તમારી ફોનની સ્પીડ માં ઘણો ફરક પડશે. એપ ની કેચે મેમરી પણ ડીલીટ કરતા રહેવું જોઈએ તમારા ફોન પર કેચે મેમરી ફ્રી કરવા માટે નીચે પ્રમાણેનું કરો.
5. ફોન માં હંમેશા લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરો
તમારા ફોન માં હંમેશા લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરો, કારણ કે મોટાભાગના ઉત્પાદકો બગ ફિક્સેસ અને સ્થિરતા સુધારણાવાળા નિયમિત અપડેટ્સ બહાર પાડે છે. જ્યારે અપડેટ ઇન્સ્ટોલ કરતી વખતે તમે અનુભવમાં મોટો તફાવત જોશો નહીં પણ તમારા ફોનની કામગીરીમાં નોંધપાત્ર સુધારો કરે છે. માટે ઓપરેટિંગ સિસ્ટમ અને બધી એપ માટે હંમેશા લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરતા રહો.
What's Your Reaction?