ગાંધીનગરના પુનિતવન ખાતે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે કર્યો યોગાભ્યાસ

ગાંધીનગર ખાતે જી૨૦ અંતર્ગત આયોજિત બી-૨૦ ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સ માટે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના પુનિતવન ખાતે વહેલી સવારે દેશ વિદેશના ડેલીગેટ્સે યોગાભ્યાસ કર્યો હતો. ભારતીય યોગ પરંપરાને દેશ વિદેશમાં પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિતિ યોગગુરુએ પણ ડેલીગેટ્સને યોગ, તેના લાભ અને તેના ઈતિહાસ વિશે માહિતગાર કર્યા હતા.
What's Your Reaction?






