ખાનગી શાળાઓના 33% ફી વધારાને ગેલાયક ઠેરવતી કોગ્રેસ

Jan 13, 2023 - 14:42
 18
ખાનગી શાળાઓના 33% ફી વધારાને ગેલાયક ઠેરવતી કોગ્રેસ

શાળા સંચાલક મંડળ ધરખમ બેજીક સ્લેબમાં ૩૩ ટકા જેટલા ફી વધારાની માંગણી કરી રહેલ છે તે સદંતર ગેરવ્યાજબી : હેમાંગ રાવલ

મધ્યમવર્ગના વાલીઓના પગાર અને આવકના ૫૦ ટકા જેટલા રૂપિયા તો માત્ર પોતાના બાળકોના શૈક્ષણિક ખર્ચમાં વપરાઈ જાય છે. હવે કોઈપણ પ્રકારનો શૈક્ષણિક ફી માં વધારો એ મધ્યમવર્ગને પોષાય એમ નથી : હેમાંગ રાવલ

 આ પ્રકારની ગેરવ્યાજબી માંગણી થઇ રહી છે છતાં પણ તેના વિરોધમાં શિક્ષણમંત્રી કે સરકારના કોઈ પદાધિકારીએ એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી અને આ ફી વધારાની માંગણીને મુક સંમતિ આપી છે : હેમાંગ રાવલ
ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા પ્રદેશ કોંગ્રેસને એક પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં તેઓએ હાલના સ્લેબમાં ૫૦૦૦ રૂપિયા ઘટાડાની માંગણી કરી છે તથા આવનારા પાંચ વર્ષ સુધી એફ.આર.સી. કમિટી કોઈપણ પ્રકારના ફી વધારાને મંજુરી ન આપે તેવી માંગણી સરકાર સમક્ષ કરવામાં આવેલ છે. પ્રદેશ કોંગ્રેસ વાલીમંડળની આ માંગણીને સમર્થન આપે છે : હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ કોંગ્રેસના મીડિયા ડીપાર્ટમેંટના સહપ્રભારી અને પ્રવક્તા  હેમાંગ રાવલે જણાવ્યું હતું કે દેશ અને ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર અને બેરોજગારીનો ભાર સહન કરી રહી છે ત્યારે અમીરો વધારે અમીર થઇ રહ્યા છે અને ગરીબો વધારે ગરીબ થઇ રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં સૌથી વધારે કફોડી સ્થિતિ તે મધ્યમવર્ગની છે મધ્યમવર્ગના માનવીની સ્થિતિ ના સહેવાય, ના રહેવાય અને ના કોઈને કહેવાય તેવી થયેલી છે. 

તાજેતરમાં શાળા સંચાલક મંડળે ગુજરાત સરકાર સમક્ષ એફ.આર.સી. ના કાયદામાં ફેરફાર કરીને જે ફી નો સ્લેબ ૧૫૦૦૦ રૂપિયા, ૨૫૦૦૦ રૂપિયા અને ૩૦૦૦૦ રૂપિયા નક્કી થયેલો હતો, જયારે ૨૦૧૭ માં આ સ્લેબ નક્કી થયો હતો ત્યારે જે ૫  હજાર રૂપિયાથી ૧૦ હજાર રૂપિયા  જેટલી ફી વસુલતી શાળાઓને પણ ૧૫૦૦૦, ૨૫૦૦૦ અને ૩૦૦૦૦ રૂપિયા વસુલવાનો પરવાનો મળી ગયો હતો. ત્યારબાદ હજારો શાળાઓએ એફ.આર.સી. કમિટી સમક્ષ ફી વધારો પણ માંગેલ હતો અને તેમને કમિટીએ ફી વધારો પણ આપેલ હતો આમ છતાં હવે શાળા સંચાલક મંડળ તે ઉપરાંત પણ ૫૦૦૦ રૂપિયા જેટલો ધરખમ બેજીક સ્લેબમાં ૩૩ ટકા જેટલા વધારાની માંગણી કરી રહેલ છે. મધ્યમવર્ગના વાલીઓના પગાર અને આવકના ૫૦ ટકા જેટલા રૂપિયા તો માત્ર પોતાના બાળકોના શૈક્ષણિક ખર્ચમાં વપરાઈ જાય છે. હવે કોઈપણ પ્રકારનો શૈક્ષણિક ફી માં વધારો એ મધ્યમવર્ગને પોષાય એમ નથી. આ એ જ મધ્યમવર્ગ છે કે જેમણે ખોબલે ખોબલે ભાજપને મત આપ્યા હતા પરંતુ હાલમાં તેમની વેદનાને વાચા આપવા ગુજરાત સરકાર કે ભાજપના પ્રતિનિધિ સહેજ પણ રીતે આગળ આવ્યા નથી. છેલ્લા બે દિવસથી શાળા સંચાલક મંડળ દ્વારા આ પ્રકારની ગેરવ્યાજબી માંગણી થઇ રહી છે છતાં પણ તેના વિરોધમાં શિક્ષણમંત્રી કે સરકારના કોઈ પદાધિકારીએ એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી અને આ ફી વધારાની માંગણીને મુક સંમતિ આપી છે.  

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વાલીઓની વેદનાને સમજે છે અને આવા પ્રકારના ફી વધારાનો સખત વિરોધ કરે છે. કોરોના દરમિયાન પણ હાઈકોર્ટના નિર્દેશથી તથા વાલીમંડળ અને કોંગ્રેસ પક્ષના વિરોધના કારણે સરકારને ૨૫ ટકા ફી માફી કરવાની ફરજ પડી હતી પરંતુ હજી પણ એવી ફરિયાદો આવી રહી છે કે શાળાઓએ કોઈ જાતની વાલીઓને ફી માં રાહત આપી ન હતી. સરકાર આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ સમિતિ નીમી વાલીઓને તત્કાલ ન્યાય અપાવે તેવી કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે. 

ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા પ્રદેશ કોંગ્રેસને એક પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં તેઓએ હાલના સ્લેબમાં ૫૦૦૦ રૂપિયા ઘટાડાની માંગણી કરી છે તથા આવનારા પાંચ વર્ષ સુધી એફ.આર.સી. કમિટી કોઈપણ પ્રકારના ફી વધારાને મંજુરી ન આપે તેવી માંગણી સરકાર સમક્ષ કરવામાં આવેલ છે. પ્રદેશ કોંગ્રેસ વાલીમંડળની આ માંગણીને સમર્થન આપે છે. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow