પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત 'એકઝામ વૉરિયર્સ'ની સંવર્ધિત ગુજરાતી આવૃત્તિનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિમોચન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક 'એકઝામ વૉરિયર્સ' ની નવી અને સંવર્ધિત ગુજરાતી આવૃત્તિનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે રાજભવનમાં વિમોચન કર્યું હતું. તેમણે કહ્યું કે, આ પુસ્તક હવે માત્ર પુસ્તક ન રહેતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો; સૌ કોઈ માટે ભણતરની પરીક્ષા અને ભાવિના પડકારો સામે એક મિત્ર અને માર્ગદર્શક બન્યું છે,'એક્ઝામ વૉરિયર્સ' ની નવી-સંવર્ધિત ગુજરાતી આવૃત્તિના આમુખમાં 'લેખકની નોંધ'માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે, "બાળપણ તાણ અને ચિંતાઓથી ઘેરાયેલું તો નથી એ સુનિશ્ચિત કરવું એ આપણી સામૂહિક ફરજ છે. હું આશા રાખું છું કે તમને 'એક્ઝામ વૉરિયર્સ' વાંચવામાં એટલી જ મજા આવશે જેટલી મને આ લખવામાં આવી છે."
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018માં 'એકઝામ વૉરિયર્સ' પુસ્તક લખ્યું હતું. સાવ સરળ ભાષામાં, સંવાદાત્મક શૈલીમાં લખાયેલું આ પુસ્તક સુંદર ચિત્રો, સ્વાધ્યાય અને યોગ આસનોની સચિત્ર માહિતીને કારણે અત્યંત આકર્ષક બન્યું છે.
ઉપલબ્ધ છે.
What's Your Reaction?






