અમદાવાદ કેન્દ્રનો ઔદ્યોગિક કામદારો માટેનો નવેમ્બર-૨૦૨૨ માસનો ગ્રાહક ભાવાંક

Jan 11, 2023 - 11:33
 11
અમદાવાદ કેન્દ્રનો ઔદ્યોગિક કામદારો માટેનો નવેમ્બર-૨૦૨૨ માસનો ગ્રાહક ભાવાંક

ઔદ્યોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે નવેમ્બર-૨૦૨૨નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના સિમલા ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદારો માટે માહે નવેમ્બર-૨૦૨૨ માટેના પાયાના વર્ષ(૨૦૧૬)ને ૧૦૦ ઉપર આધારિત ગણતરી કરેલ ગ્રાહક ભાવાંક ૧૨૬.૮ આંકને ૨૦૦૧ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૨.૭૩ના સાંકળતા આંકથી ગુણતાં અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક(૨૦૦૧=૧૦૦)=૩૪૬.૧૬૪ થાય છે. આ આંકને ૧૯૮૨ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૬૨ના સાંકળતા આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક
(૧૯૮૨=૧૦૦)=૧૫૯૯.૨૮ થાય છે.

આ આંકને ૧૯૬૦ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે ૪.૭૮ના સાંકળતા આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (૧૯૬૦=૧૦૦)=૭૬૪૪.૫૫ થાય છે. આ આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ ૩.૧૭ના સાંકળતા આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔદ્યોગિક કામદાર વર્ગ માટેનો માહે નવેમ્બર-૨૦૨૨ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯૨૬-૨૭=૧૦૦)પ્રમાણે ગ્રાહક ભાવાંક ૨૪૨૩૩.૨ થાય છે, તેમ નાયબ શ્રમ આયુક્ત,ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow