ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 63 મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક રાજ્યના કલાકારો તા. 21 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી  દરમિયાન અરજી કરી શકશે

Jan 8, 2023 - 12:46
Jan 8, 2023 - 13:42
 30
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 63 મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક રાજ્યના કલાકારો તા. 21 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી  દરમિયાન અરજી કરી શકશે

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક રાજ્યના કલાકારો તા. 21 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી  દરમિયાન અરજી કરી શકશે

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગુજરાત રાજ્યની વિવિધ કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 63 મી રાજ્યકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા રાજ્યના કલાકારો, કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ લલિતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આગામી તા. 21 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી દરમિયાન નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. પોસ્ટ, કુરીયર, રૂબરૂ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં, તેમ લલિતકલા અકાદમીના સચિવશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ સ્પર્ધામાં ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિકકલા, વ્યવહારિક કલા, તથા છબીકલા તેમજ બાળ ચિત્રકલા જેવા વિવિધ ક્ષેત્રમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં લલિતકલા અકાદમી દ્વારા કુલ 92 જેટલા ઇનામો આપવામાં આવશે. રાજ્યના બાળકોને લલિતકલામાં પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે તેમજ કલા પ્રત્યે રુચિ કેળવાય તેવા ઉદ્દેશથી આ રાજ્યકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow